મને પોઝિટિવ નો રિપોર્ટ લગભગ રાતના ૧૨:૩૦ આસપાસ મોબાઈલ માં આવ્યો અને મારી દીકરી ઉથી અને ફોન જોયો એ સમય એ ૪:૩૦ વાગ્યા હસે... એ સમય એ રિપોર્ટ જોયા અને બોમ્બ ફાટ્યો.. પોઝિટિવ બે ચાર વાર રિપોર્ટ જોયા. મગજ માં ચક્કર ચાલુ.. આગળ શું કરશું.. કેવી રીતે કરશું. જેમ તેમ કરી ને સવાર પડી અને ફોન ચાલુ થાય. ઓફીસ માં જાણ કરી, તો નરેન સર નો ફોન આવ્યો. એમને બીજા ભાઈઓ થી વાત કરવાનુ કીધું. ત્યાં પપ્પા એ જયેશ ભાઈ ને વાત કરી.. એમને ભી ડોક્ટર નો રેફર આપ્યો. બધું થયું એટલે બતાવ્યું અને દવા આપી દીધી. દવા નો ફિકસ્ડ ફોર્મેટ છે આજકલ ડોક્ટર પાસે. પર્ચી લઈ ને હું દવા લેવા ગયો.. દવા લીધી.. લોકો બેફામ રીતે દવા લેતા હતા. પછી જેમને જરૂર હોય એમને તો ના જ મળે ને. દવા લીધી, અને ટેસ્ટ કરાવ્યો. પછી ઘરે આવ્યો. જમ્યા અને થોડી વાર આરામ. નાસ ને બધું ચાલુ કર્યું. અને પછી બધા ને જણાવ્યું કે પોઝિટિવ છે. . એટલે આપડે સહાનુભૂતિ આપવા બધા ના ફોન અને મેસેજ આવ્યા. ફોન મા બધા પાસે એક જ કહાની હતી.. બઉ પ્રોબ્લેમ છે. ધ્યાન રાખજો આમ કરતા પેલો દિવસ પૂર્ણ. દવા નો પેલો ડોઝ ચાલુ થયો.